New Update
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ગાર્ડનસીટી ખાતે આવેલ કોમ્પ્લેક્ષની પાછળ ખુલ્લી જગ્યામાંથી જુગાર રમતા ચાર જુગારીયાઓને ૧૨ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડી.વાય.એસ.પી સી.કે.પટેલ દ્વારા આપેલ સૂચનાને આધારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પી.આઈ આર.એચ.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ.આર.એ.જાડેજા સહીત સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન ગાર્ડનસીટી ખાતે આવેલ કોમ્પ્લેક્ષની પાછળ ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે.
જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ ૧૨ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગાર્ડનસીટીમાં રહેતો જુગારી વિજય બાલાભાઇ ભડભડીયા,નીખીલ કુનીલ નામદેવ ડોંગરે અને પ્રશીષ સાહેબરાવ સુખરામ ડોંગરે તેમજ રમેશ નાઇકી પંન્કુ મરંડીને ઝડપી પાડ્યો હતો.
Latest Stories