New Update
અંકલેશ્વરમાંથી ઝડપાયો વિદેશી દારૂ
જીઆઇડીસી પોલીસે પાડ્યા દરોડા
ગોમતી નગરમાંથી ઝડપાયો દારૂ
વિદેશી દારૂ સહિત રૂ.4.34 લાખનો મુદ્દામાલ જપ્ત
બે બુટલેગરો વોન્ટેડ
અંકલેશ્વર સારંગપુર ગામના ગોમતી નગરમાં વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલા જ જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો અને બે વાહનો મળી કુલ ૪.૩૪ લાખનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર સહીત બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.મથકના પી.એસ.આઈ એ.વી.શિયાળિયા સહીત સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવા અને રોહિત દલસુખ વસાવા બંને ઇક્કો ગાડીમાં વિદેશી દારૂનો ભરી લાવી સારંગપુર ગામના ગોમતી નગરમાં જથ્થો કટિંગ કરી રહ્યા છે.બંને બુટલેગરો ઇક્કો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતારી મોપેડ ઉપર મૂકી રહ્યા છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસના દરોડાને પગલે બંને ઈસમો ફરાર થઇ ગયા હતા પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની ૭૯૫ નંગ બોટલ મળી આવી હતી પોલીસે સ્થળ પરથી ૧.૬૪ લાખનો દારૂ અને ઇક્કો સહીત મોપેડ મળી કુલ ૪.૩૪ લાખનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર સહીત બંને બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories