અંકલેશ્વર : ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા 9મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો, 51 યુગલ લગ્નના તાંતણે બંધાયા...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા ગુપ્તા ફાર્મ ખાતે 9માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, 

New Update
  • સેવાકીય ક્ષેત્રે પોતાનું દાયિત્વ નિભાવતું ગુંજ સોશ્યલ ગ્રુપ

  • ગુંજ સોશ્યલ ગ્રુપ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું સુંદર આયોજન

  • ગુપ્તા ફાર્મ ખાતે 9મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો

  • સમૂહ લગ્નોત્સવમાં 51 નવયુગલો પ્રભુતામાં ડગ માંડ્યા

  • ગુંજ સોશ્યલ ગ્રુપના પ્રમુખ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા

Advertisment

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા ગુપ્તા ફાર્મ ખાતે 9માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છેત્યારે સમૂહલગ્નમાં ઉપસ્થિત વર અને કન્યા પક્ષ સહિતના તમામ લોકોએ ગુંજ સોશ્યલ ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સામાજિક કાર્યો થકી સેવાકીય ક્ષેત્રે પોતાનું દાયિત્વ નિભાવતા ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા સતત સેવાનો પ્રવાહ વહેડાવવામાં આવી રહ્યો છે. ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ સહિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું પણ મોટાપાયે આયોજન કરવામાં આવે છેત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રામકુંડના મહંતશ્રી 1008 ગંગાદાસજી બાપુની પ્રેરણાથી ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

અંકલેશ્વર શહેરના દીવા રોડ પર આવેલ ગુપ્તા ફાર્મ ખાતે આજરોજ 9માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં 51 નવયુગલો પ્રભુતામાં ડગલાં માંડ્યા છે. આ શુભ અવસરમાં અનેક દાતાઓ સહભાગી બન્યા છેજેમાં મુખ્ય દાતા તરીકે વડોદરાના ગોયલ પરિવારે યોગદાન આપ્યું હતુંજ્યારે પ્રોલાઈફ ફાઉન્ડેશન-અંકલેશ્વરના સ્વ. એમ.એસ.જોલીના પરિવાર દ્વારા લગ્ન પ્રસંગમાં ભાવતા ભોજનની સેવા પુરી પડવામાં આવી હતી.

અંકલેશ્વરના ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજિત 9માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં તમામ 51 નવયુગલોને કરિયાવરમાં 32 જેટલી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી છે. જેમાં ખાસ કરીને કરિયાવરમાં તમામ 51 દીકરીઓને સિલાઈ મશીન આપવામાં આવ્યું છે. એટલું જ નહીંસિલાઈની કામગીરી અંગે દીકરીઓને 6 મહિનાની વિશેષ તાલીમ પણ આપવામાં આવશે. જેના થકી આ દીકરીઓ ગૃહસ્ત જીવનની સાથે સાથે આત્મનિર્ભર પણ બનશેત્યારે આયોજકોના ઉમદા હેતુને સૌ કોઈએ બિરદાવ્યો હતો.

આ સાથે જ દીકરીઓને સોળ સંસ્કારોથી અલંકિત કરીને સમર્પણસમજણ અને સેવારુપી સંસ્કારનું ભાથું આપી ગુંજ સોશ્યલ ગ્રુપના આયોજકો દ્વારા ધર્મના માતા-પિતા તરીકે માથે હાથ મુકી શ્વસુર ગૃહે વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર રામકુંડ તીર્થના મહામંડલેશ્વર 1008 મહંત ગંગાદાસ બાપુગુમાનદેવ પિઠાધિશ્વર મહંત મનમોહનદાસજી બાપુબાળ કથાકાર પ્રિયાન્શુ મહારાજલાખા હુનુમાનજી મંદિર-પુનગામના મહંત મંગલદાસજી મહારાજજૂના દિવાના મહંત હરિચરણદાસજી મહારાજગુંજ સોશ્યલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તાપ્રોજેક્ટ ચેરમેન જીજ્ઞેશ અંદાડિયા સહિત આયોજક સમિતિના સભ્યો તેમજ મોટી સંખ્યામાં વર-કન્યા પક્ષના પરિવારો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Latest Stories