New Update
/connect-gujarat/media/media_files/2025/10/15/ttrdccc-2025-10-15-14-05-52.png)
અંકલેશ્વરમાં ફરી ટ્રાફિકજામ
નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની પરિસ્થિતિ
5 કિલોમીટર સુધી વાહનોની કતાર
સુરત તરફ જતી લેનમાં ટ્રાફિકજામ
અનેક વાહનચાલકો અટવાયા
દિવાળીના તહેવારો પૂર્વે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહન ચાલકો અટવાયા હતા
દિવાળીના તહેવારોને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલીયા ચોકડી વચ્ચે 5 કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી છે. સુરત તરફ જતી લેનમાં વાહનોના થપ્પાં નજરે પડી રહ્યા છે. ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં તહેવારોના સમયમાં વતન જતા અનેક વાહનચાલકો અટવાયા હતા. વાલીયા ચોકડી નજીક આમલાખાડી પરના સાંકડા ઓવરબ્રિજના પગલે વારંવાર ટ્રાફિકજામની સમસ્યાનું નિર્માણ થાય છે જેનો ભોગ અનેક વાહન ચાલકો બને છે ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તંત્ર દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
Latest Stories