New Update
/connect-gujarat/media/media_files/2025/03/05/ApgwoAzLLWwD2rKwz2J5.png)
આજરોજ અંકલેશ્વર પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો ત્યારે ભારે પવન વચ્ચે હાંસોટમાં દુર્ઘટના સર્જાઇ હતી.
હાંસોટ બસ ડેપોમાં આવેલ ઘટાદાર વૃક્ષ અહીં ઊભેલી એક બસ પર ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી.જોકે સદનસીબે બસ ખાલી હતી તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. આ અંગેની જાણ થતા જ એસ.ટી. ડેપોના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોની મદદથી વૃક્ષને બસ પરથી હટાવવામાં આવ્યું હતું. જો આ સમયે બસમાં મુસાફરો સવાર હોય તો મોટી દુર્ઘટના સર્જાઇ શકે એમ હતી.આ દુર્ઘટનામાં બસને નુકશાન થયું હતું
Latest Stories