અંકલેશ્વર: ફૂલ ગુલાબી ઠંડીમાં ગરમાગરમ પોંકનું વેચાણ, પોંકના ભાવે લોકોને દઝાડયા !

શિયાળામાં આરોગ્ય માટે ઉત્તમ પોંકની  જુના નેશનલ હાઇવે પર અંકલેશ્વરના છાપરા પાટિયાથી લઈ ગડખોલ પાટિયાથી સુધી હાટડી જોવા મળી રહી છે જો કે આ વર્ષે પૉન્કના ભાવ લોકોને દઝાડી રહ્યા છે

New Update
  • ભરૂચ-અંકલેશ્વર વચ્ચે પોંકનું વેચાણ

  • વાની જુવારના પોંકની ઘણી માંગ

  • ઠેર ઠેર હાટડીઓ શરૂ થઈ

  • આ વર્ષે પોંકના ભાવમાં થયો વધારો

  • કમોસમી વરસાદના કારણે પોંકના ભાવમાં વધારો થયો

શિયાળામાં આરોગ્ય માટે ઉત્તમ પોંકની  જુના નેશનલ હાઇવે પર અંકલેશ્વરના છાપરા પાટિયાથી લઈ ગડખોલ પાટિયાથી સુધી હાટડી જોવા મળી રહી છે જો કે આ વર્ષે પૉન્કના ભાવ લોકોને દઝાડી રહ્યા છે
અંકલેશ્વર તાલુકાના જુના કાસિયા સહિતના ગામોમાં પોંક માટે વાણીની ખેતી કરવામાં આવે છે.ચાલુ વર્ષે વધુ વરસાદ થવાથી વાણીનો પાક ઓછો થયો હોવાથી નવેમ્બરને બદલે ડીસેમ્બરથી પોંકની સીઝન શરુ થઇ છે.પાંચ મહિના સુધી પોંકનું વેચાણ કરવામાં આવે છે.પોંકની વાત કરવામાં આવે તો ચોમાસાના મધ્ય ભાગમાં એટલે કે ઓગસ્ટ મહિનાની આસપાસ પોંક માટેની જુવારનું વાવેતર કરવામાં આવે છે. જે લગભગ દિવાળી પછી એટલે કે નવેમ્બર માસમાં પાક તૈયાર થઈ જતો હોય છે. કુમળા જુવારના ડુંડા તૈયાર થતા જ ખેડૂતો તેને તોડી તેમાંથી પોંક પાડવામાં આવે છે. જૂના નેશનલ હાઇવે પર ગોલ્ડન બ્રિજ પોલીસ ચોકીથી થોડે દૂરથી ગડખોલ પાટિયા સુધીમાં પોંક વેચાણની હાટડી ધમધમતી થઈ છે.ગત વર્ષે 600 રૂપિયે કિલો વેચાતો પોંક ચાલુ વર્ષે વરસાદને લઈ ઓછા પાકની બુમરાણ વચ્ચે ૧ હજાર રૂપિયે કિલો પોંકનું વેચાણ થઇ રહ્યું છે.
ગરમા ગરમ પોંકને છાશ અને લીંબુ મરીની સેવ સાથે પીરસવામાં આવે છે. નર્મદામૈયા બ્રીજથી અંકલેશ્વર સુધી અને નેશનલ હાઇવે નંબર 48 પર ઠેક ઠેકાણે શિયાળાની શરૂઆતથી જ પોંકનું વેચાણ શરૂ થયું છે સ્વાસ્થય પ્રેમીઓ પણ હોસે હોસે પોતાના સ્વાસ્થય માટે ઉત્તમ માનવમાં આવતા પોંકની ખરીદી કરી ચટપટી સેવ સાથે પોંકની લિજ્જત માણી રહ્યા છે.
Read the Next Article

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ડ્રાઇવનો પ્રારંભ, ઢોર ડબ્બામાં 14 રખડતા ઢોર પુરાયા....

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

New Update
stray cattlessss

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

ભરૂચ સહિત અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ છે, ત્યારે રખડતા ઢોર મામલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. જેમાં ગાય અને વાછરડા સહિત 14 રખડતા ઢોરને ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડાની રાહબરી હેઠળ સેનીટેશન ખાતાના 4 સુપરવાઈઝર અને 1 મુકાદમ સહિત 5 શ્રમિકો દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ, અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પશુ પાલકોને તાકીદ કરવામાં આવે છે કે, તમારા પશુઓને ઘરે બાંધીને રાખો અને એને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં. જો તઓને આપેલ સૂચનાનું પાલન કરવામાં આવશે નહીં, તો જે તે પશુપાલકો વિરુદ્ધ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.