New Update
અંકલેશ્વરનાબાકરોલ ગામનો બનાવ
શેરડીના ખેતરમાંથી મળી આવ્યું માનવ કંકાલ
કાપણી માટે શેરડી સળગાવાતા માનવ કંકાલ મળ્યું
ગ્રામજનોએ પોલીસને કરી જાણ
પાનોલી પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી
અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે રહેતા અંબુભાઈ પટેલનું ગામની સીમમાં ખેતર આવેલું છે તેઓએ આ ખેતર મૂળ બોટાદના રહેવાસી અને હાલ કોસમડી ખાતે રહેતા જાદવભાઈ ઝાપડાને ગણોતે ખેડવા માટે આપ્યું હતું. ખેતરમાં શેરડી માટેનું કટીંગ આવતા આજે સવારના સમયે કાપણી માટે શેરડી સળગાવવામાં આવી હતી તે સમયે ખેતરમાંથી માનવ કંકાલ મળી આવ્યું હતું.આ દ્રશ્ય શ્રમિકોએ જોતા તેઓએ ખેતર માલિકને જાણ કરી હતી.
ખેતર માલિક અને ગામના ડેપ્યુટી સરપંચ અંકિત પટેલે આ અંગે પાનોલી પોલીસને જાણ કરતા અંકલેશ્વર ડી.વાય.એસ.પી.ડો.કુશલ ઓઝા અને પાનોલી પોલીસ મથકના પી.આઇ. શિલ્પા દેસાઈ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.પાનોલી પોલીસે માનવ કંકાલનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અને એફ.એસ.એલ. અર્થે મોકલી આપ્યું હતું ત્યારે આ માનવ કંકાલ કોનું છે, કોઈ વ્યકિતની હત્યા કરી તેના મૃતદેહને ખેતરમાં ફેકની દેવામાં આવ્યો હતો કે કેમ તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.