Connect Gujarat
ગુજરાત

સુરત: ખટોદરા પોલીસ મથકના કમ્પાઉન્ડમાંથી મળ્યું હાડપિંજર, જુઓ શું થયો ખુલાસો

સુરત: ખટોદરા પોલીસ મથકના કમ્પાઉન્ડમાંથી મળ્યું હાડપિંજર, જુઓ શું થયો ખુલાસો
X

સુરતના ખટોદરા પોલીસ મથકના કેમ્પસમાંથી હાડપિંજર મળી આવતા ચકચાર મચી જવા પામી છે. કેમ્પસમાં રહેલા વાહનો હટાવવાની કામગીરી ચાલુ હતું એ દરમ્યાન 3થી 4 વર્ષ જૂનું હાડપિંજર મળી આવ્યું હતું.

ખટોદરા પોલીસ સ્ટેશનના કેમ્પસમાંથી હાડપિંજર મળતા પોલીસ દોડતી થઈ છે. રવિવારે બપોરે ખટોદરા પોલીસ સ્ટેશનના કેમ્પસમાં મજૂરો દ્વારા જપ્ત કરાયેલા વાહનોને હટાવી સફાઈ કામગીરી ચાલી રહી હતી. તેવામાં જપ્ત કરેલા વાહનોમાં રિક્ષા અને બાઇકને ક્રેન દ્વારા ખસેડાતા રિક્ષાઓની વચ્ચે જમીન પરથી એક હાડપિંજર મળી આવ્યું હતું. શરૂઆતમાં મજૂરો હાડપિંજર જોઈને ગભરાઈ ગયા હતા. પછી મજૂરોએ પોલીસને જાણ કરી હતી.

પોલીસ સ્ટેશનમાં જ માનવ કંકાલ જોઇને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી.વધુમાં પોલીસે કહ્યું કે, હાડપિંજરમાં ખોપરી અને કમરથી નીચેનો ભાગ મળી આવ્યો હતો બાકી છાતીનો ભાગ મળ્યો નથી. ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. પોલીસે હાડપિંજર બાબતે એફએસએલની મદદ લીધી હતી. વધુમાં પોલીસે કહ્યું કે 3 થી 4 વર્ષ જુનું હાડપિંજર ભિક્ષુકનું હોય એવું લાગે છે.

Next Story