અંકલેશ્વર: પાનોલી નજીક હાઇવે પર અજાણ્યા વાહને બાઇકને ટકકર મારતા પતિનું મોત,પત્નિ સારવાર હેઠળ

અંકલેશ્વર પાનોલી વચ્ચે નેશનલ હાઇવે નંબર 48 પર અજાણ્યા વાહનની ટકકરે બાઇક સવાર પતિનું મોત નીપજ્યું હતું જ્યારે પત્નીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

New Update
Advertisment
  • અંકલેશ્વર નજીક હાઇવે પર સર્જાયો અકસ્માત

  • પાનોલી પાસે અકસ્માત સર્જાયો

  • અજાણ્યા વાહને બાઇકને મારી ટક્કર

  • બાઈક સવાર પતિનું મોત-પત્નિ સારવાર હેઠળ

  • ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી

Advertisment
અંકલેશ્વર પાનોલી વચ્ચે નેશનલ હાઇવે નંબર 48 પર અજાણ્યા વાહનની ટકકરે બાઇક સવાર પતિનું મોત નીપજ્યું હતું જ્યારે પત્નીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર યુવાને અકસ્માતમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હાંસોટના સુણેવકલ્લા ગામના રહેવાસી મનોજ પટેલ તેમના પત્ની સાથે બાઈક પર ભરૂચ ખાતે જઈ રહ્યા હતા એ દરમિયાન પાનોલી નજીક રિલાયન્સ પંપ પાસે પૂરઝડપે જતા અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારી હતી જેમાં બાઈક સવાર પતિ-પત્ની બન્ને માર્ગ પર પટકાયા હતા. ગંભીર ઈજાના પગલે પતિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે પત્નીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે.
Latest Stories