અંકલેશ્વર: તંત્ર દ્વારા વાલિયા ચોકડી નજીકના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા, માર્ગનું કરાશે વિસ્તૃતીકરણ

અંકલેશ્વર તંત્ર દ્વારા અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા

New Update
  • અંકલેશ્વરમાં તંત્રની ઝુંબેશ

  • દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાય

  • વાલિયા ચોકડી નજીકના દબાણ દૂર કરાયા

  • માર્ગનું કરાશે વિસ્તૃતીકરણ

  • પોલીસ કાફલો સાથે કરાયો

અંકલેશ્વર તંત્ર દ્વારા અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા
અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે રોજેરોજ ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી રહી છે. નેશનલ હાઇવે ની આસપાસ કરાયેલા ગેરકાયદેસર દબાણોના કારણે પરિસ્થિતિ વધુ વિકેટ બને છે ત્યારે તંત્ર દ્વારા વાલીયા ચોકડી આસપાસના માર્ગનું વિસ્તૃતિકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વર મામલતદાર, માર્ગ અને મકાન વિભાગ તેમજ બૌડા,નોટિફાઇડ એરિયા ઓથોરિટીની સંયુક્ત માર્ગના વિસ્તૃતીકરણ માટે વાલિયા ચોકડી નજીક ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તંત્ર દ્વારા અનિચ્છનીય બનાવ નહિ બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.તંત્રની કામગીરીને પગલે લારી ગલ્લા સહિતના દબાણોકર્તામાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
Latest Stories