અંકલેશ્વર : PM મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં  લખપતિ દીદી અભિયાન અંતર્ગત રૂ.42 લાખની સાધન સહાયનું વિતરણ

ગ્રામીણ મહિલાઓને સ્વ સહાય જૂથના માધ્યમથી આત્મનિર્ભર અને લખપતી બનાવવાના ઉદ્દેશ્યથી કાર્યરત 'રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન'  અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન હોલ, અંકલેશ્વર ખાતે લખપત દીદી કાર્યક્રમ યોજાયો હતો.

sakhi
New Update

ગ્રામીણ મહિલાઓને સ્વ સહાય જૂથના માધ્યમથી આત્મનિર્ભર અને લખપતી બનાવવાના ઉદ્દેશ્યથી કાર્યરત 'રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન'  અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન હોલ, અંકલેશ્વર ખાતે લખપત દીદી કાર્યક્રમ યોજાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા 'લખપતી દીદી' કાર્યક્રમમાં, ભરૂચ જિલ્લામાં કાર્યરત સ્વ સહાય જૂથોની મહિલાઓને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જલગાંવથી સમસ્ત મહિલાઓને વર્ચ્યુઅલી સંબોધન કરીને નારીશક્તિને બિરદાવતા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મહિલાઓને સક્ષમ બનવા સંદેશ આપ્યો હતો.  

 'લખપતી દીદી' અભિયાન અંતર્ગત સફળતા મેળવનાર ૫ જેટલી સખી મંડળની બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. મહાનુભાવોને હસ્તે સ્ટેજ ઉપર થી ૪૨ લાખ રકમના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. સ્વસહાય જૂથોને રીવોલ્વીંગ ફંડ, સ્વસહાય જૂથોને સ્ટાર્ટઅપ ફંડ ગ્રામ સંગઠનને સ્ટાર્ટઅપ ફંડ અને કલસ્ટર લેવલ ફેડરેશનને સ્ટાર્ટઅપ ફંડ તથા કલસ્ટર લેવલ ફેડરેશનને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ ફાળવણીના વગેરે મળી ૨ કરોડ ૧૨ લાખ સહાય આપવામાં આવી હતી.  
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ,રમેશ મિસ્ત્રી,જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ,અંકલેશ્વર નગરપાલીકા પ્રમુખ અને અંકલેશ્વર તાલુકા પ્રમુખ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા સહિત આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા 
#CGNews #PM Modi #Distribution #Lakhpati Didi Abhiyan #Gujarat #Bharuch
Here are a few more articles:
Read the Next Article