અંકલેશ્વર: ESIC હોસ્પિટલમાં ભરતી કૌભાંડ અંગે મનસુખ વસાવાના આક્ષેપ બાદ તપાસ કમિટીની રચના !

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વરની ESIC હોસ્પિટલમાં ચાલતી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિનો આક્ષેપ કરવાના મામલામાં ESIC હોસ્પિટલ પ્રશાસન દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.

New Update
  • સાંસદ મનસુખ વસાવાએ કર્યા હતા આક્ષેપ

  • ESIC હોસ્પિટલમાં ભરતી કૌભાંડના આક્ષેપ કર્યા હતા

  • લાખો રૂપિયા લેવાતા હોવાના કર્યા હતા આક્ષેપ

  • આક્ષેપ બાદ હોસ્પિટલ પ્રશાસન આવ્યું હરકતમાં

  • તપાસ સમિતિની કરવામાં આવી રચના

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વરની ESIC હોસ્પિટલમાં ચાલતી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિનો આક્ષેપ કરવાના મામલામાં ESIC હોસ્પિટલ પ્રશાસન દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગેરકાયદેસર રેતી ખનન મામલે અધિકારીઓને આડે હાથ લીધા બાદ હવે અંકલેશ્વરમાં આવેલી કામદારો માટે આશીર્વાદ સમાન ESIC હોસ્પિટલના વહીવટકર્તાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. મનસુખ વસાવાએ આ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.આ પોસ્ટમાં જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં એજન્સી દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. જેમાં ગેરરીતિ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરના કર્મચારીઓને રીન્યુ કરવા રૂપિયા 1 લાખ તો નવા ઉમેદવાર પાસે ચાર પગાર એડવાન્સ પેટે લેવામાં આવી રહ્યા હોવાના મનસુખ વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.આ અંગે એજન્સી દ્વારા ઉમેદવારોને અમદાવાદની હેડ ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં પૈસા અપાયા પછી જ પસંદગી લેટર આપવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ બાબતે તેઓ દ્વારા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયાને રજૂઆત કરવામાં આવશે.
સાંસદ મનસુખ વસાવાએ કરેલા આક્ષેપ બાદ હોસ્પિટલ પ્રશાસન પણ હરકતમાં આવ્યું છે અને આ અંગે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.તપાસ સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.આ અંગે ESICના ચીફ મેડિકલ ઓફિસર અર્કેશ શાહે જણાવ્યું હતું કે સાંસદ દ્વારા સોશિયલ મીડિયા પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે.જેના પગલે આ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.જેના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Read the Next Article

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ડ્રાઇવનો પ્રારંભ, ઢોર ડબ્બામાં 14 રખડતા ઢોર પુરાયા....

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

New Update
stray cattlessss

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

ભરૂચ સહિત અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ છે, ત્યારે રખડતા ઢોર મામલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. જેમાં ગાય અને વાછરડા સહિત 14 રખડતા ઢોરને ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડાની રાહબરી હેઠળ સેનીટેશન ખાતાના 4 સુપરવાઈઝર અને 1 મુકાદમ સહિત 5 શ્રમિકો દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ, અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પશુ પાલકોને તાકીદ કરવામાં આવે છે કે, તમારા પશુઓને ઘરે બાંધીને રાખો અને એને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં. જો તઓને આપેલ સૂચનાનું પાલન કરવામાં આવશે નહીં, તો જે તે પશુપાલકો વિરુદ્ધ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.