New Update
અંકલેશ્વરના અંદાડા ગામનો બનાવ
ખોડિયાર નગરમાં તસ્કરો ત્રાટકયા
બંધ મકાનને બનાવ્યું નિશાન
રૂ..52 લાખના ઘરેણાની ચોરી
બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વર તાલુકા ના અંદાડા ગામના ખોડિયાર નગરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂ.1.52 લાખના સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર ના અંદાડા ગામના ખોડિયાર નગરમાં મકાન નંબર એ/38 માં રહેતા અને ખાનગી કંપનીમાં એકાઉન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા આશુતોષ પાંડે ગત તારીખ 29 નવેમ્બર ના રોજ મોડી સાંજે મકાન અમદાવાદ ખાતે બહેન ના ઘરે ગયા હતા તે દરમ્યાન તસ્કરો એ તેમના બંધ મકાન ને નિશાન બનાવી દરવાજા ની કુંડી તોડી મકાન માં પ્રવેશ કર્યો હતો.તસ્કરોએ તિજોરી તોડી તેમાંથી રોકડા રૂપિયા 2 હજાર અને સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરી ગયા હતા.તેઓ તારીખ 1 ડિસેમ્બરના રોજ અમદાવાદથી પરત ફરી રહ્યા હતા તે દરમ્યાન પાડોશીઓએ ચોરી અંગેની જાણ કરી હતી.આશુતોષ પાંડે ઘરે પરત ફરતા તિજોરી તૂટેલી હતી અને રોકડ રકમ અને સોનાનું મંગળસૂત્ર અને ચાંદીના દાગીના ગાયબ હતા.તેઓએ ચોરી અંગે બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આશુતોષ પાંડે એ બી ડિવિઝન પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા 1 લાખ 50 હજારના સોનાચાંદીના દાગીના અને રોકડા રૂપિયા 2 હજારની ચોરીનો ગુનો નોંધી તસ્કરો નું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે
Latest Stories