અંકલેશ્વર: રીક્ષામાં દારૂની હેરાફેરી કરતા ઇસમની ધરપકડ, રૂ.1.40 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી લાવવામાં આવી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે પીરામણ ગ્રામ પંચાયત પાસે વોચ ગોઠવી હતી રિક્ષામાંથી દારૂના બીયરના ૧૪૪ નંગ ટીન મળી આવ્યા

New Update
Advertisment
  • અંકલેશ્વર એ ડિવિઝન પોલીસની કાર્યવાહી

  • રીક્ષામાં દારૂની હેરાફેરી ઝડપાય

  • ર.1.40 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

  • એક ઇસમની પોલીસે કરી અટકાયત

  • 2 બુટલેગરોને વોન્ટેડ જાહેર કરાયા

Advertisment
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે પીરામણ ગ્રામ પંચાય પાસેથી રીક્ષામાં લઇ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી કુલ ૧.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પીરામણ ગરનાળા તરફથી શહેર બાજુ એક રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી લાવવામાં આવી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે પીરામણ ગ્રામ પંચાયત પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી રીક્ષા આવતા પોલીસે તેને અટકાવી રીક્ષામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂના બીયરના ૧૪૪ નંગ ટીન મળી આવ્યા હતા.
પોલીસે ૨૦ હજારનો દારૂ અને ૧.૨૦ લાખની રીક્ષા મળી કુલ ૧.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કરી કસ્બાતીવાડ સબ જેલ પાસે રહેતો રીક્ષા ચાલક મોહમ્મદ રફીક ઇમરાન શેખને ઝડપી પાડ્યો હતો.જેને વિદેશી દારૂ અંગે પોલીસે પુછપરછ કરતા જથ્થો નોબલ માર્કેટ તરફથી જમાઈ મોહલ્લામાં રહેતો ઇમરાન ઉર્ફે નાનીએ ભરી આપી તાડ ફળિયાના બુટલેગર વિજય દલપત વસાવાને પહોંચાડનું જણાવ્યું હતું પોલીસે તે બંને બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories