અંકલેશ્વર: દરજી કામ કરતા પરણિત પાડોશીએ સગીરા પર આચર્યું હતું દુષ્કર્મ, અનેક યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી

37 વર્ષીય અલ્કેશ સુરતી પોતે પરિણીત હોવા છતાં સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.પાડોશમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા

New Update
  • અંકલેશ્વરમાં બન્યો હતો ચકચારી બનાવ

  • સગીરાને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ

  • પરણિત પાડોશી બન્યો હતો હેવાન

  • પોલીસે આરોપીની કરી ધરપકડ

  • અનેક યુવતીઓને નિશાન બનાવી હોવાની આશંકા

અંકલેશ્વરમાં પરણિત પાડોશી દ્વારા સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી.આ મામલે અંકલેશ્વર શહેર પોલીસે
37 વર્ષીય પાડોશીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર શહેરમાં રહેતા 37 વર્ષીય અલ્કેશ સુરતી પોતે પરિણીત હોવા છતાં સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.પાડોશમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા જેના પગલે સગીરાને ગર્ભ રહી ગયો હતો. જેને લઇ પેટમાં દુખાવો શરુ થતા માતા દ્વારા તેને તેને હોસ્પિટલ લઈ જતા જ તબીબ પરીક્ષણમાં સગીરા ને 2 માસનો ગર્ભ હોવાનું સામે આવતા માતા અને પરિવાર પણ ચોંકી ઉઠ્યા હતા.
અંતે સગીરા દ્વારા આ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવાતા પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે આરોપીની ફોનની તપાસ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે.માનસિક વિકૃતિ ધરાવતા આરોપીએ અનેક મહિલા-યુવતીને પ્રેમજાળમાં ફસાવી હોવાનું સામે આવ્યું છે.
તેમના ફોટો પણ ફોનમાંથી મળી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે દરજી કામ સાથે સંકરાયેલ આરોપીતે દુકાન માં આવતી અને ઘર તેમજ દુકાન આગળ પસાર થતી અનેક મહિલા -યુવતી ને પ્રેમમાં ફસાવી હોવાનો ખુલાસો થયો છે.
Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.