-
અંકલેશ્વરમાં ફરીએકવાર આગનો બનાવ
-
જીઆઈડીસીમાં લાગી આગ
-
નોટીફાઇડ એરીયા ઓથો.ની ડમ્પીંગ સાઈટમાં આગ
-
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
-
11 ફાયર ટેન્ડરોએ આગ પર મેળવ્યો કાબુ
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ નોટિફાઇડ એરીયા ઓથોરિટીની ડમ્પીંગ સાઈટમાં મોડી રાત્રીએ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બેઇલ કંપનીની બાજુમાં નોટિફાઇડ એરીયા ઓથોરીટીની ડમ્પીંગ સાઈટ આવેલી છે.ડમ્પીંગ સાઇટમાં ડોમેસ્ટિક વેસ્ટનો
મોટો જથ્થો પડેલો હતો જેમાં ગતરોજ મોડીરાત્રીના સમયે અચાનક જ આગ ફાટી નીકળી હતી.જોતજોતામાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું. જેના પગલે ધુમાડાના ગોટેગોટા અને અગન જ્વાળા દૂર દૂર સુધી નજરે પડી હતી.
આ અંગેની જાણ થતા જ અંકલેશ્વર તેમજ પાનોલી ડી.પી.એમ.સી.ના 11 જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા હતા.લગભગ બેથી અઢી કલાકની જહેમત બાદ હાગ પર કાબુ મેળવાયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ ભરૂચ નગર સેવા સદનની કાસદ ગામ નજીક આવેલ હંગામી ડમ્પિંગ સાઈટમાં પણ આગ ફાટી નીકળી હતી ત્યારે ભરૂચ જિલ્લામાં બે દિવસમાં બે સ્થળોએ ડમ્પિંગ સાઈટમાં આગ લાગવાના બનાવો બન્યા છે.