New Update
ભરૂચના હાંસોટમાં આયોજન
હાંસોટના કુડાદરા ગામ ખાતે આયોજન
મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન
ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
જરૂરિયાતમંદ લોકોએ લીધો લાભ
ભરૂચના હાંસોટના કુડાદરા ગામના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન અંતર્ગત મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન અંતર્ગત ભરૂચના સામૂહિક આરોગ્ય કેન્દ્ર કુડાદરા ખાતે નિઃશુલ્ક મેગા આરોગ્ય શિબિરનું અંક્લેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યુ.આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ સંગીતા સોલંકી,મામલતદાર રાજન વસાવા,તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.સંજય ડૂબે, સામુહિક આરોગ્ય કેન્દ્ર અધિક્ષક ડૉ.ઉર્વિક મહેતા, મેડિકલ ઓફિસર ડૉ. કૃષા દૂધવાલા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ અંતર્ગત ટી.બી.ના લાભાર્થીને ન્યૂટિશન કીટ,આયુષ્માન કાર્ડના લાભાર્થી ને PMJAY CARD તેમજ પીએનસીબેન બેબી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.મેગા મેડિકલ કેમ્પનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.
Latest Stories