અંકલેશ્વર: રખડતા શ્વાનોનો આતંક ઓછો કરવા નગરપાલિકા હરકતમાં, 1લી જાન્યુ.થી ખસીકરણનો કરાશે પ્રારંભ

અંકલેશ્વરમાં રખડતા શ્વાનોના વધતા આતંકના પગલે નગર પાલિકા દ્વારા ખસિકરણ અભિયાન ટૂંક સમયમાં હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

New Update
  • અંકલેશ્વરમાં અભિયાન શરૂ કરાશે

  • નગર સેવા સદન દ્વારા અભિયાન શરૂ કરાશે

  • ખસિકરણ અભિયાનનો પ્રારંભ કરાશે

  • રખડતા શ્વાનનો આતંક વધતા નિર્ણય

  • શ્વાનના કારણે અકસ્માતો બનાવમાં વધારો

અંકલેશ્વરમાં રખડતા શ્વાનોના વધતા આતંકના પગલે નગર પાલિકા દ્વારા ખસિકરણ અભિયાન ટૂંક સમયમાં હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અંકલેશ્વર શહેરના 9 વોર્ડમાં વાહનો અને લોકો પાછળ દોડ મૂકી લોકોને હેરાન કરતા શ્વાનને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો  છે.ગતરોજ સુરતી ભાગોળમાં મોપેડ સવાર મહિલા પાછળ શ્વાન દોડતા  મોપેડ વીજપોલ સાથે ભટકાઈ હોવાની ઘટના બની હતી ત્યારે તાત્કાલિક અસરથી અંકલેશ્વર નગર પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને પહેલી જાન્યુઆરીથી વિશેષ ટીમ બનાવી શહેરના તમામ વોર્ડમાં રખડતા શ્વાન માટે ખસીકરણ અભિયાન હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે.સરકાર અને પશુ ચિકિત્સકની ગાઈડ લાઈન મુજબ શ્વાનોને શોધી કાઢી ખસીકરણ સાથે તેઓને પકડી ડબ્બે પુરવાની કાર્યવાહી કરવામાં આવશે. 
Latest Stories