New Update
-
અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા મળી
-
બજેટલક્ષી સામાન્ય સભાનું કરાયુ આયોજન
-
રૂ.86.86 કરોડનું પુરાંતવાળુ બજેટ મંજુર
-
વિકાસના વિવિધ કામોને મંજૂરી
-
વિરોધ સાથે વિપક્ષે કર્યો વોક આઉટ
અંકલેશ્વર નગર સેવાસદનની બજેટ લક્ષ્મી સામાન્ય સભાનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રૂપિયા ૮૩.૮૬ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર નગર સેવાસિડનના સભાખંડમાં નગરપાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત ની અધ્યક્ષતામાં બજેટ લક્ષી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેવન્યુ તથા ગ્રાન્ટ - કેપિટલ ઉપજ સહિત રૂ. ૮૬.૮૬ કરોડ અને કુલ ખર્ચ રેવન્યુ તથા કેપિટલ ગ્રાન્ટ રૂ. ૭૪.૨૩ કરોડની જોગવાઈ સાથે બંધ સિલક રૂ. ૧૨.૬૩ કરોડની પુરાંત વાળુ બજેટ મંજૂર કરાયું હતું.આ સામાન્ય સભાના પ્રારંભમાં જ વિપક્ષના નેતાએ શાસક પક્ષ દ્વારા મોટા દિવા:સ્વપ્ન સમાન બજેટ રજુ કરે છે પણ પોણા ભાગનું પણ કામ ન થતું હોવાના આક્ષેપ કરતા સામાન્ય સભા તોફાની બની હતી અને વિપક્ષના સભ્યોએ વોક આઉટ કર્યો હતો.વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષ બજેટ ઉપરની ચર્ચાથી દુર ભાગવા અન્ય બેતુકા મુદ્દાઓ ઉછાળી મુંગેરીલાલ કે હસીન સ્વપને જેવુ બજેટ નગરના પ્રજાજનો થોપી બેસાડવા માંગે છે.
આ બોર્ડ મિટિંગ દરમ્યાન શાસક પક્ષે કુલ ૧૫ જેટલા અન્ય વિકાસ સંબંધી કામોના ઠરાવો બહુમતીના જોરે મંજુર કર્યા હતા.આગામી વર્ષ દરમ્યાન અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રોડ,ડ્રેનેજ,બ્યુટીફીકેશન,સ્વચ્ છતા તેમજ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાની નેમ રાખવામાં આવી છે જે તમામ વિકાસ કામો માટેનો રોડ મેપ આ બજેટમાં લક્ષ્યાંક રાખ્યો છે.
Latest Stories