અંકલેશ્વર: નગર સેવા સદન દ્વારા સ્વચ્છતા ઝુંબેશમાં સારી કામગીરી કરનાર સુપરવાઈઝરોનું કરાયુ સન્માન, જનજાગૃતિના કાર્યક્રમો પણ યોજાયા

શારદા ભવન ટાઉન હોલ ખાતે ગાંધીજયંતી નિમિત્તે ત્રણ વોર્ડમાં શ્રેષ્ઠ સફાઈ બદલ સુપરવાઈઝરનું સન્માન અને સફાઈ અભિયાનમાં યોગદાન આપનાર શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • નગર સેવા સદન દ્વારા આયોજન કરાયુ

  • સન્માન સમારોહ યોજાયો

  • સ્વચ્છતા અભિયાનમાં સારી કામગીરી બદલ સન્માન કરાયુ

  • જન જાગૃતિના કાર્યક્રમો પણ યોજાયા

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે ગાંધીજયંતી નિમિત્તે ત્રણ વોર્ડમાં શ્રેષ્ઠ સફાઈ બદલ સુપરવાઈઝરનું સન્માન અને સફાઈ અભિયાનમાં યોગદાન આપનાર શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આજ રોજ ગાંધીજયંતી નિમિત્તે સ્વચ્છતા હી સેવા અંતર્ગત  સ્વસ્થ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર  નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંર્તગત  સ્વચ્છતા રેલી સ્વચ્છ વોર્ડ સ્પર્ધા સહીત સ્પર્ધાનું આયોજન  કરવામાં આવ્યું હતું.આ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં શહેરની શૈક્ષણીક અને સામાજીક જોડાય હતી જેમાં સામાજિક સંસ્થા અને  વિદ્યાર્થીઓએ નિબંધ રંગોળી સહીતની વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો ત્યારે આજરોજ  શારદા ભવન ટાઉન હોલ ખાતે નગર પાલિકાના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતા હેઠળ સ્વચ્છતાની સિદ્ધિઓની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં વિવિધ વોર્ડ પૈકી વોર્ડ નંબર 1 ,6 અને 7 માં શ્રેષ્ઠ સફાઈ બદલ સુપરવાઈઝરનું સન્માન કરવામાં આવ્યું હતું .સાથે સ્વચ્છતા હી સેવા અભિયાન માં સહભાગી બની યોગદાન આપનાર શૈક્ષણિક અને સામાજીક સંસ્થાઓનું સન્માન પત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા 
Latest Stories