New Update
અંકલેશ્વરનો બનાવ
સેલારવાડ વિસ્તારનો બનાવ
લીમડાના વૃક્ષમાં આગ
રહસ્યમય આગથી લોકોમાં કુતુહલ
ફાયર વિભાગે આગ પર કાબુ મેળાવવા કવાયત શરૂ કરી
અંકલેશ્વરના સેલારવાડ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી લીમડાના વૃક્ષના થડમાં રહસ્યમય રીતે આગ લાગી હતી જેના પગલે ફાઈટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા
અંકલેશ્વરના સેલારવાડ વિસ્તારમાં આવેલ વિશાળ લીમડાના વૃક્ષમાં આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. વૃક્ષના ઠડના અંદરના ભાગમાં લાગેલી આગ છેલ્લા બે દિવસથી સતત સળગી રહી છે. જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા અંકલેશ્વર નગરપાલિકા તેમજ ડીપીએમસીના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ અન્ય ભાગોમાં ન ફેલાય તે માટે સુરક્ષાત્મક પગલાંરૂપે વૃક્ષની કેટલીક ડાળીઓ કાપવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
ઘટના સ્થળની આસપાસ ગેસ લાઇન હોવાની શક્યતા હોવાથી તકેદારીના ભાગરૂપે ગુજરાત ગેસ કંપનીને પણ જાણ કરવામાં આવી હતી. હાલમાં વૃક્ષની નીચે ગેસ લાઇન અથવા ગેસ પોઇન્ટ છે કે નહીં તેની તપાસ માટે કવાયત હાથ ધરવામાં આવી છે.અંકલેશ્વર ડી.પી.એમ.સી.ના ચીફ ફાયર ઓફિસર પ્રીતેશ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે વૃક્ષમાં આગ લાગવાના કારણોની તપાસ ચાલુ છે, જ્યાં સુધી અંદરનું ઠડ સંપૂર્ણ બળી ન જાય ત્યાં સુધી આગ પર કાબુ મેળવવો મુશ્કેલ છે.
Latest Stories