અંકલેશ્વર: વિશ્વ નદી દિવસે જ બેજવાબદાર ઉદ્યોગો દ્વારા પ્રદુષિત પાણીનો જાહેરમાં નિકાલ, GPCBને કરવામાં આવી ફરિયાદ

આજરોજ વિશ્વ નદી દિવસે પણ અંકલેશ્વરમાં કેટલાક બે જવાબદાર ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત પાણીનો જાહેરમાં નિકાલ કરાતા જળ પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા હતા

New Update
  • આજે વિશ્વ નદી દિવસની ઉજવણી

  • બેજવાબદાર ઉદ્યોગોનું કારસ્તાન

  • પ્રદુષિત પાણીનો જાહેરમાં કરાયો નિકાલ

  • જળપ્રદુષણના દ્રશ્યો જોવા મળ્યા

  • જીપીસીબીને કરવામાં આવી ફરિયાદ

આજરોજ વિશ્વ નદી દિવસે પણ અંકલેશ્વરમાં કેટલાક બે જવાબદાર ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત પાણીનો જાહેરમાં નિકાલ કરાતા જળ પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા હતા
દર વર્ષે સપ્ટેમ્બરનાં છેલ્લા અઠવાડિયાના રવિવારના દિવસે વિશ્વ નદી દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષે 2025માં વિશ્વ નદી દિવસ આજ રોજ એટલેકે 28 સપ્ટેમ્બર રવિવારે મનાવવામાં આવી રહ્યો છે.જો કે રાત્રીના વરસાદનો લાભ લઇ કેટલાક ઓદ્યોગિક એકમો દ્વારા છોડાતા પ્રદુષિત પાણી આસપાસની વિવિધ ખાડીઓ દ્વારા નર્મદા નદીને પ્રદુષિત કરે છે, નર્મદા નદીને સરકારી રેકર્ડમાં અતિ પ્રદુષિત નદી તરીકે જાહેર કરવામાં આવી છે. હમેશ મુજબ આજની પ્રદુષિત પાણીની પરિસ્થિતિની ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબીને કરવામાં આવતા તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે આ અંગે જણાવ્યું હતું કે આજના દિવસે પણ  અંકલેશ્વર ઓદ્યોગિક વસાહતમાંથી પ્રદુષિત પાણી વહેવડાવી મહાપાપનું પુનરાવર્તન થયું છે ત્યારે તંત્ર દ્વારા આવું કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે
Latest Stories