/connect-gujarat/media/media_files/2025/01/18/PoIm7S2FFsj5uMclfYdg.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરGIDC વિસ્તારમાં થયેલી લાખો રૂપિયાની લૂંટનાગુન્હામાં અંકલેશ્વરGIDC પોલીસે એક ઇસમની અટકાયત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વરGIDC વિસ્તારમાં વર્ષ 2016માં આંગણિયા પેઢીના 5 લાખ 40 હજાર 200 રૂપિયાની લૂંટનો મામલો સામે આવ્યો હતો.
જેમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી, ત્યારે આ મામલમાં અગાઉ 2 ઇસમોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જોકે, અંકલેશ્વરમાં લૂંટનાગુન્હામાં દહેજ પોલીસે વધુ એક કિશન ઠાકોર નામના ઇસમની અટકાયત કરી હતી, ત્યારે દહેજ પોલીસ મથકેથી ટ્રાન્સફર વોરંટના આધારે આરોપી કિશન ઠાકોરને અંકલેશ્વરGIDC પોલીસ મથકે લાવી લાખો રૂપિયાની લૂંટ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.