New Update
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે બોગસ ડોક્ટરની ધરપકડ કરી તેની પાસેથી દવાનો મોટો જથ્થો પણ કબજે કર્યો છે
ભરૂચ જિલ્લામાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને સફળતા મળી છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે જુના નેશનલ હાઇવે 48 પર ઓમકાર બે શોપિંગ સેન્ટરની સામે હરસિધ્ધિ કોમ્પ્લેક્સ ખાતે ભાડાની દુકાનમાં કોઈપણ જાતના ડોક્ટરના સર્ટી વગર રાજ ક્લિનિક નામનું દવાખાનું ચાલી રહ્યું છે જેના આધારે પોલીસે દરોડા પડતા સુરજીત રાજકુમાર મંડલ નામના બોગસ ડોક્ટરની ધરપકડ કરી હતી.પોલીસે બોગસ તબીબ પાસેથી દવાનો મોટો જથ્થો પણ કબ્જે કર્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 125 તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ 1963ની કલમ 30 અને 33 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Latest Stories