New Update
અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલની બાજુમાં આવેલ વૈશાલી સોસાયટીમાં શ્વાન ઉપર લાકડીના સપાટા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેનાર ઇસમ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધાઈ
અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલની બાજુમાં આવેલ વૈશાલી સોસાયટીમાં રહેતો તુષાર યાજ્ઞિક નામના ઇસમે શ્વાનને ક્રુરતા પૂર્વક લાકડાના સપાટા હુમલો કર્યો હતો.જે હુમલા ગંભીર ઈજા પહોંચતા શ્વાનને સારવાર માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ અંગેનો વિડીયો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગોલ્ડન પોઈન્ટ સ્થિત સીધ્ધેશ્વર રેસીડેન્સીમાં રહેતા અને એનિમલ એક્ટીવેસ્ટ પી.એફ.એ સંસ્થામાં સેવા આપતા સુરજ સુબોધ સિંગના વોટ્સએપ ગ્રુપમાં શ્વાનને ક્રુરતાથી માર મારેલ હોવા સાથે તેની સારવાર ચાલતી હોવાનો વિડીયો યશ રાવતે શેર કર્યો હતો.આ શ્વાનનું મોત નીપજતા એનિમલ એક્ટીવેસ્ટ પી.એફ.એ સંસ્થાના સુરજ સિંગે શ્વાન ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેનાર ઇસમ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધાવી છે જેના આધારે એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories