માતા-પિતાને ત્રાસ આપતી દીકરીને સમજાવવા ગયેલ પોલીસની ટીમ પર હુમલો

અંકલેશ્વરના કોસમડી ગામની સનસીટી સોસાયટીમાં માતા-પિતાને ત્રાસ આપતી મહિલાને અટકાવવા ગયેલી ૧૮૧ અભયમની ટીમ ઉપર હુમલાની ઘટના સામે આવી છે.

New Update
Advertisment
  • અંકલેશ્વરના કોસમડીની સનસીટી સોસા.નો બનાવ

  • દીકરી માતાપિતા પર ત્રાસ ગુજરાતી હતી

  • 181 અભયમની ટીમ પહોંચી હતી સમજાવવા માટે

  • દીકરી અને અન્ય યુવાને ટીમ પર કર્યો હુમલો

  • પોલીસે બન્નેની કરી ધરપકડ

Advertisment
અંકલેશ્વરના કોસમડી ગામની સનસીટી સોસાયટીમાં માતા-પિતાને ત્રાસ આપતી મહિલાને અટકાવવા ગયેલી ૧૮૧ અભયમની ટીમ ઉપર હુમલાની ઘટના સામે આવી છે. પોલીસે મહિલા સહીત બે લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરની સનસીટીમાં રહેતી મૈત્રી પટેલ નામની યુવતી તેના માતા-પિતાને ત્રાસ આપતી હતી.મૈત્રીના પિતાએ દીકરીના અત્યાચારથી કંટાળી પોલીસ પાસે મદદ માંગી હતી.પારિવારિક આ મામલા ૧૮૧ અભયમની ટીમને વૃધ્ધ દંપતીની મદદે મોકલાઈ હતી.મહિલા પોલીસ કર્મીઓ અને કાઉન્સિલ સહિતની ટીમ મૈત્રીને સમજાવવાનો પ્રયાસ કરતા આ માથાભારે યુવતીનો પારો સાતમાં આસમાને હતો.મૈત્રીએ દાદાગીરી શરુ કરતા કાઉન્સિલ માટે પોલીસ સ્ટેશન લઇ જવાનું નક્કી કરવામાં આવ્યું હતું.મૈત્રીને સરકારી જીપમાં બેસાડવાના પ્રયાસ દરમિયાન આ માથાભારે યુવતીએ મારામારી શરુ કરી હતી.આટલેથી નહિ અટકતા પડોશમાં રહેતો પાર્થ પ્રજાપતિ નામનો યુવાન મૈત્રીના મદદગાર તરીકે પોલીસ પાસે આવી પહોંચ્યો હતો.આ બંને લોકોએ ભેગા મળી મહિલા કોન્સ્ટેબલ રાધિકા બોરડ અને ભારતી બેન પર હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યા હતા.પોલીસ ઉપર હુમલાની આ ગંભીર ઘટનામાં મૈત્રી અને પાર્થ વિરુદ્ધ ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરવામાં આવી છે.
Latest Stories