અંકલેશ્વર: NH 48 પર હીટ એન્ડ રનની ઘટનામાં પોલીસકર્મીનું મોત, અજાણ્યો વાહનચાલક ટક્કર મારી ફરાર

અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકનું નિયમન કરી રહેલા પોલીસકર્મીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાના પગલે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું

New Update
  • અંકલેશ્વરના પાનોલી નજીકનો બનાવ

  • હિટ એન્ડ રનની બની ઘટના

  • પોલીસકર્મીનું નિપજ્યું મોત

  • અજાણ્યા વાહનચાલકે મારી ટક્કર

  • પાનોલી પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકનું નિયમન કરી રહેલા પોલીસકર્મીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાના પગલે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું
અંકલેશ્વરના પાનોલીમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. નેશનલ હાઈવે 48 પર પોલીસકર્મી ટ્રાફિકનું નિયમન કરી રહ્યા હતા તે સમયે અજાણ્યા વાહને પોલીસકર્મીને ટક્કર મારી હતી.નેશનલ હાઈવે પર ઘટેલી દુર્ઘટનામાં ટ્રાફિક પોલીસ વિભાગના પોલીસકર્મી વિવેકસિંહ ડાભીને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના પગલે તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.અકસ્માત બાદ અજાણ્યા વાહનનો ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પાનોલી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.પોલીસકર્મીના અકસ્માતમાં મોતથી પોલીસ બેડામાં ગમનો માહોલ છવાયો છે. આ અંગે પાનોલી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. દેસાઈએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સીસીટીવીની મદદથી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે અને આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Latest Stories