New Update
અંકલેશ્વરના ઉમરવાડાનો બનાવ
વનખાડીમાં પ્રદુષણ
ખાડીમાં રસાયણિક પાણી વહ્યું
લોકોને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ
જીપીસીબીએ તપાસ શરૂ કરી
અંકલેશ્વરના ઉમરવાડા નજીકથી પસાર થતી વન ખાડીમાં વરસાદ સાથે પ્રદૂષિત પાણી વહેતું થતાં રહીશોએ આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો ઉઠાવી હતી
અંકલેશ્વરના ઉમરવાડા વિસ્તારમાં આવેલી વનખાડીમાં વરસાદ વચ્ચે ફરી એકવાર પ્રદૂષિત પાણી વહેતું જોવા મળ્યું છે. ભારે દુર્ગંધ અને ઝેરી પાણીને કારણે સ્થાનિક રહેવાસીઓ તકલીફ અનુભવી રહ્યા છે.લોકોએ આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં મુશ્કેલી તેમજ તીવ્ર ગંધની ફરિયાદો કરી છે. અનેકવાર આવો કિસ્સો બન્યા છતાં સંબંધિત વિભાગની બેદરકારી સામે લોકો ગુસ્સે ભરાયા છે.સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે, વારંવાર આવી પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં જીપીસીબી તરફથી માત્ર કાર્યવાહી કરવાનું આશ્વાસન જ આપવામાં આવે છે પરંતુ સમસ્યા યથાવત રહે છે. બે દિવસ પહેલા જ ઓઝોન દિવસની ઉજવણીમાં પર્યાવરણના રક્ષણ અંગે મોટી મોટી વાતો થઈ હતી. પરંતુ તંત્રની નિષ્ક્રિયતા સામે પ્રશ્નો ઊભા થયા છે.
આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ડો. જીજ્ઞાસા ઓઝાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ખાડીમાં પ્રદૂષિત પાણી અંગેની ફરિયાદ મળતા જ તેમની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે અને સેમ્પલિંગ સહિતનની પ્રક્રિયા કરવામાં આવી રહી છે આ ઉપરાંત જીઆઇડીસીને સાથે રાખી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે
Latest Stories