New Update
/connect-gujarat/media/media_files/2025/09/19/rodjss-2025-09-19-16-16-24.png)
અંકલેશ્વર તંત્ર દ્વારા વરસતા વરસાદમાં ખાડા પુરવાનું મુહૂર્ત કાઢતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ચર્ચાનો વિષય આ કામગીરી બની હતી.
કડકિયા કોલેજ રોડ ચોમાસામાં અત્યંત બિસ્માર બન્યો હતો. ઠેર ઠેર ખાડા પડી જતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડતી હતી. આજે તંત્ર દ્વારા માર્ગ પર પડેલા ખાડામાં મેટલ નાખી જેસીબીથી તેને સમતળ કરવાની કામગીરી કરાઈ હતી. વરસતા વરસાદમાં ખાડા પૂરો કામગીરીને લઈ અનેક સવાલો વાહન ચાલકોમાં ઉભા થયા હતા.
Latest Stories