New Update
આજે દેશના 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી
અંકલેશ્વરમાં લોકોમાં ગજબનો ઉત્સાહ
વહેલી સવારે પ્રભાત ફેરીનું કરાયુ આયોજન
વિવિધ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા
સામાજિક સંસ્થાઓના આગેવાનો પણ જોડાયા
દેશના 76 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં પ્રભાતફેરીનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભક્તિના રંગ જોવા મળ્યા હતા.
દેશના 76માં પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરમાં પણ દેશભક્તિના રંગ જોવા મળ્યા હતા.અંકલેશ્વરમાં આજે વહેલી સવારના સમયે પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું.અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં નીકળેલી પ્રભાત ફેરીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.લોકોને દેશભક્તિના પર્વમાં જોડાવા આ પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રભાત શેરીમાં વિવિધ શાળાના બાળકો તેમજ સામાજિક સંસ્થાના આગેવાનો જોડાયા હતા
Latest Stories