અંકલેશ્વર:બાકરોલ ગામ નજીક આવેલ ગુરુદેવ એન્જીનિયરીંગ વર્કશોપમાં તસ્કરો ત્રાટકયા, રૂ.2.55 લાખના માલમત્તાની ચોરી

તસ્કરોએ ગુરુદેવ એન્જીનીયરીંગ ફેબ્રિકેશન વર્કશોપમાં પ્રવેશ કરી અંદર રહેલ વેલ્ડીંગ મશીનના કેબલ મળી કુલ ૨.૫૫ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી..

New Update
Gurudev Engineering Workshop
અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક રોયલ એસ્ટેટમાં આવેલ ગુરુદેવ એન્જીનીયરીંગ ફેબ્રિકેશન વર્કશોપમાં તસ્કરો ત્રાટકી વેલ્ડીંગ મશીનના કેબલ મળી કુલ ૨.૫૫ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. 
અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક રોયલ એસ્ટેટમાં આવેલ ગુરુદેવ એન્જીનીયરીંગ ફેબ્રિકેશન વર્કશોપમાં અનિલકુમાર યાદવ વેલ્ડીંગ કામ કરે છે.જેઓએ પોતાના વેલ્ડીંગ મશીન સાથેના કેબલો રાખ્યા હતા તે દરમિયાન ગત તારીખ-૯મી ડીસેમ્બરથી ૧૦મી ડીસેમ્બર સુધીમાં કોઈ અજાણ્યા ઈસમોએ ગુરુદેવ એન્જીનીયરીંગ ફેબ્રિકેશન વર્કશોપમાં પ્રવેશ કરી અંદર રહેલ વેલ્ડીંગ મશીનના કેબલ મળી કુલ ૨.૫૫ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.