અંકલેશ્વર: સુરવાડી નજીકના ગાયત્રી નગરના બંધ મકાનમાંથી રૂ.4.87 લાખના માલમત્તાની ચોરી, ઘર બંધ કરી ચાવી બુટમાં મૂકી હતી !

અંકલેશ્વરના સુરવાડી બ્રીજ પાસેના ગાયત્રી નગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ૬૦.૯૦ ગ્રામ સોનાના ઘરેણા મળી કુલ ૪.૮૭ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

New Update
  • અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ

  • સુરવાડી નજીકના ગાયત્રી નગરમાં ત્રાટકયા

  • બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન

  • રૂ.4.87 લાખના માલમત્તાની ચોરી

  • પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

અંકલેશ્વરના સુરવાડી બ્રીજ પાસેના ગાયત્રી નગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ૬૦.૯૦ ગ્રામ સોનાના ઘરેણા મળી કુલ ૪.૮૭ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વરના સુરવાડી બ્રીજ પાસેના ગાયત્રી નગરમાં રહેતા પારુલબેન શૈલેશ સોલંકીના પરિવારને મકાન બંધ કરી બહાર રહેલ બુટમાં ચાવી મુકવાનું ભારે પડ્યું છે.ગત તારીખ-૮મી ફેબ્રુઆરીના રોજ પારુલબેન તેઓના ભાભી સાથે અંદાડા ગામે સબંધીને ત્યાં ગયા હતા.જયારે તેઓના બે પુત્રો પૈકી એક પુત્ર મકાનનું તાળું મારી ચાવી બહાર રહેલ બુટમાં ચાવી સંતાડી કોલેજ ગયો હતો તે દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા અને બુટમાં સંતાડેલ ચાવી વડે મકાનના મુખ્ય દરવાજાનું તાળું ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ ૬૦.૯૦ ગ્રામ સોનાના ઘરેણા મળી કુલ ૪.૮૭ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.