New Update
-
અંકલેશ્વરમાં DGVCLની કામગીરી
-
સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરાય
-
વીજ ગ્રાહકોએ નોંધાવ્યો વિરોધ
-
વીજ કંપનીના અધિકારીઓ દોડી આવ્યા
-
અધિકારીઓએ કરી સ્પષ્ટતા
અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મિટરો લગાવવામાં આવતા વીજ ગ્રાહકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે સ્પષ્ટતા કરવી પડી હતી
અંકલેશ્વર શહેરના કેવલ શોપિંગ સેન્ટર વિસ્તારમાં DGVCL દ્વારા સ્માર્ટમીટરોની લગાવવામાં આવી રહ્યા છે. આ અંગે સ્થાનિક લોકોમાં મીટરના પ્રકાર વિશે કેટલીક ગેરસમજ ઊભી થઈ હતી. ખાસ કરીને, અનેક લોકો સ્માર્ટમીટર અને પ્રીપેડ મીટર વચ્ચે ભુલ કરી રહ્યા હતા, જેને લઈને તેમણે મીટર ન લગાવવા માટે વિરોધ નોંધાવ્યો.વિરોધનો સામનો કરવો પડતા DGVCLના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા અને તેઓએ લોકોને સ્માર્ટમીટર અને પ્રીપેડ મીટર વચ્ચેના તફાવત વિશે માહિતી આપી.
આ અંગે DGVCLના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મીટર આધુનિક છે.ગ્રાહકો સ્માર્ટફોન પર તેના એપ્લિકેશનને ડાઉનલોડ કરીને, પોતાનો વિદ્યુત વપરાશ, બાકી બિલ અને બીજી મહત્વપૂર્ણ વિગતો ચેક કરી શકે છે.અંકલેશ્વરમાં 2000 થી વધુ સ્માર્ટમીટરો લગાવવામાં આવી ચૂક્યા છે અને આ પ્રક્રિયા ચાલુ રહેશે.
Latest Stories