અંકલેશ્વર: હાંસોટના સાહોલથી ઇલાવ ગામને જોડતા માર્ગનું રૂ.2.48 કરોડના ખર્ચે નવીનીકરણ, ગ્રામજનોને થશે રાહત

રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત સાહોલથી ઈલાવને જોડતા માર્ગના નવીનીકરણ માટે રૂપિયા 2 કરોડ 48 લાખ ફાળવવામાં આવ્યા

New Update
  • હાંસોટ તાલુકામાં વિકાસના કામોનો ધમધમાટ

  • સાહોલ-ઇલાવને જોડતા માર્ગનું નવીનીકરણ

  • રૂ.2.48 કરોડનો કરવામાં આવશે ખર્ચ

  • માર્ગ બિસ્માર બનતા ગ્રામજનોએ ધારસભ્ય ઇશ્વરસિંહ પટેલને કરી હતી રજુઆત

  • એક લેન બંધ કરી માર્ગના નવીનીકરણની કામગીરી

ભરૂચના હાંસોટ તાલુકાના સાહોલથી ઇલાવ ગામને જોડતા માર્ગનું રૂપિયા 2.48 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. ભરૂચના હાંસોટ તાલુકાના સાહોલ ગામથી ઈલાવ ગામને જોડતો મહત્વનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં થઈ જતા ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા. 
આ અંગે તેઓએ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને રજૂઆત કરતા તેઓ દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત સાહોલથી ઈલાવને જોડતા માર્ગના નવીનીકરણ માટે રૂપિયા 2 કરોડ 48 લાખ ફાળવવામાં આવ્યા હતા ત્યારે હાલ આ માર્ગના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. 2.5 કિલોમીટર જેટલા ડામર રોડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
માર્ગના નિર્માણ કાર્ય  દરમિયાન વાહનચાલકોને અગવડતા ન પડે તે માટે એક તરફની લેન ચાલુ રાખવામાં આવી છે જેના પરથી કાર અને બાઈક સહિતના નાના વાહનો પસાર થઈ શકશે. જ્યારે મોટા  વાહનો માટે માર્ગ બંધ રાખવામાં આવ્યો છે જેઓએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે આ માર્ગનું નવીનીકરણ થતાં ગ્રામજનોને અવર જવરમાં રાહત રહેશે.
Read the Next Article

ભરૂચ: આમોદ ન.પા.માં ભાજપના જ આગેવાન અને કોન્ટ્રાકટરે આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી, બાકી પેમેન્ટ માટે ટકાવારી માંગતી હોવાના આક્ષેપ

ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો વિવાદ

  • કોન્ટ્રાકટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

  • બાકી પેમેન્ટ ન ચૂકવાતા આક્ષેપ

  • શાસકો ટકાવારી માંગતા હોવાના આક્ષેપ

  • પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા

ભરૂચ ને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે સાથે જ નગરપાલિકાના પ્રમુખથી મારી અધિકારીઓ બાકી પેમેન્ટની ચુકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચની આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ  રૂ.14.20 લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચુકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે 15મી ઓગષ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના આગેવાન મૈલેશ મોદી લાંબા સમયથી નગરપાલિકામાં  કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.ભાજપના ન આગેવાન અને કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું હતું 31-10-2023 થી 31-10-2024 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના રૂ.13.10 લાખમાંથી રૂ.12.60 લાખ હજુ બાકી છે, સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ રૂ.14.20 લાખનું પેમેન્ટ આઠ મહિનાથી અટક્યું છે.
તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માગે છે.તેમના મુજબ ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન લે છે. આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે. 
કોન્ટ્રાકટરે કરેલા આક્ષેપ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પી.એફ. ચુકવવામાં મુશ્કેલી પડે છે. સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરને ચુકવણી કરી દેવાશે.