અંકલેશ્વર: ગ્રામ્ય પોલીસે ધંધાકીય અદાવતે ટેમ્પો ચાલક પર જીવલેણ હુમલો કરનાર 5 આરોપીઓની કરી ધરપકડ

અંકલેશ્વર તાલુકા પોલીસે ધંધાકીય અદાવતમાં જીવલેણ હુલમો કરવાના ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update
acndt 5

અંકલેશ્વર તાલુકા પોલીસે ધંધાકીય અદાવતમાં જીવલેણ હુલમો કરવાના ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ગત તારીખ-25મી સપ્ટેમ્બરના રોજ ફરિયાદી અને માલાભાઈ આઇસર ટેમ્પો જીઆઈડીસીમાં આવેલ પેપ્સી કંપનીમાં ચાલતો હોય જે પોપટ ગાડાભાઈ  અલગોતરને ગમતું નહીં હોય જે બાબતે રીસ રાખી ઘાતક હથિયારો વડે પોપટ અલગોતર અને સહિત અન્ય ઈસમોએ ફરિયાદી તેમજ સાહેદ માલાભાઈ,વાલાભાઈને લોખંડના પાઇપ અને કુહાડી તેમજ લાકડી વડે માર મારી મોતને ઘાટ ઉતારી નાખવાની કોશિશ કરી અપશબ્દો ઉચ્ચારી ધમકી આપી હતી.આ મારામારી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી મુખ્ય આરોપી પોપટ અલગોતર,ધુધા અલગોતર,ગગજી અલગોતર,મનોજ અલગોતર તેમજ ગોપાલ અલગોતરને ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories