અંકલેશ્વર: ગ્રામ્ય પોલીસે શકકરપોર ગામ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વર તાલુકા પોલીસે નવા શક્કરપોર ગામ તરફ જવાના માર્ગ ઉપર બાઈક પર વિદેશી દારૂનો જથ્થો લઈ જતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.

New Update
drub bd

અંકલેશ્વર તાલુકા પોલીસે નવા શક્કરપોર ગામ તરફ જવાના માર્ગ ઉપર બાઈક પર વિદેશી દારૂનો જથ્થો લઈ જતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.

અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બે ઈસમો બાઈક ઉપર હજાતથી વિદેશી દારૂનો જથ્થો લઈ સજોદ તરફ જનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે નવા શક્કરપોર ગામ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળી બાઈક આવતા પોલીસે તેને અટકાવી બાઈક પર રહેલ ઠેલામાંથી વિદેશી દારૂની 41 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 6 હજારથી વધુનો દારૂ સાથે નવા શક્કરપોર ભાઠા ખાલપીયા ફળીયામાં રહેતો સુરેશ વસંત વસાવા,રોહિત શંકર વસાવાને ઝડપી પાડ્યો હતો.
Latest Stories