New Update
ભરૂચમાં બહાર આવ્યું હતું કૌભાંડ
બાંગ્લાદેશી મહિલાઓને દેહ વ્યાપારમાં ધકેલવામાં આવી હતી
જે તે સમયે 12 મહિલાઓને કરાવાય હતી મુક્ત
પોલીસે SITની કરી હતી રચના
વધુ 70 બાંગ્લાદેશી મહિલાઓની ઓળખ કરાય
બાંગ્લાદેશી મહિલાઓને ગેરકાયદેસર રીતે ભારતમાં લાવી દેહવ્યાપારના ધંધામાં ધકેલવાના બહાર આવેલ કૌભાંડમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે
ડિસેમ્બર 2025 દરમિયાન બાંગ્લાદેશથી મહિલાઓને ગેરકાયદેસર રીતે ભારતમાં લાવી દેહવ્યાપારમાં ધકેલવાના કૌભાંડનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો હતો . ઘટના પ્રકાશમાં આવતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી હતી.જે તે સમયે દરોડાઓ દરમિયાન પોલીસે 12 બાંગ્લાદેશી મહિલાઓને મુક્ત કરાવી હતી. બચાવ કરાયેલ મહિલાઓને સુરક્ષિત સ્થળે ખસેડીને તેમની કાઉન્સેલિંગ અને કાનૂની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.SIT દ્વારા બે મહિનાની સઘન તપાસ બાદ કુલ 70 બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરવામાં આવી, જેમાં 49 મહિલાઓનો સમાવેશ થાય છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ લોકો ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ્યા હતા અને કેટલાક માનવ તસ્કરી તેમજ અન્ય ગુનાઓમાં સંડોવાયેલા હતા.પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ, માનવ તસ્કરીના જાળને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે વધુ દરોડા અને પૂછપરછ ચાલુ હોવાનું SITના વડા તેમજ અંકલેશ્વર ડી.વાય.એસ.પી કુશલ ઓઝાએ જણાવ્યું છે
Latest Stories