અંકલેશ્વર: બાંગ્લાદેમાં હિંદુઓ પર થઈ રહેલા  અત્યાચાર સામે શ્રી રામ ગ્રુપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું

બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુ સમુદાય પર થઈ રહેલા જીવલેણ હુમલા, અત્યાચાર અને હિંસાની હૃદયદ્રાવક ઘટનાઓ સામે અંકલેશ્વરમાં  શ્રી રામ ગ્રુપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું પ્રદર્શન

  • શ્રી રામ ગ્રુપ દ્વારા કરાયુ પ્રદર્શન

  • બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઇ રહેલા અત્યાચારનો વિરોધ

  • હિંદુઓની સુરક્ષા મુદ્દે ચિંતા વ્યક્ત કરાય

  • હુમલાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ

બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુ સમુદાય પર થઈ રહેલા જીવલેણ હુમલા, અત્યાચાર અને હિંસાની હૃદયદ્રાવક ઘટનાઓ સામે અંકલેશ્વરમાં  શ્રી રામ ગ્રુપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલા જોગેશપાર્ક ખાતે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં શ્રી રામ ગ્રુપ દ્વારા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ.​વિરોધ પ્રદર્શન દરમિયાન શ્રી રામ ગ્રુપના સભ્યો અને સ્થાનિક રહીશોએ બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા મુદ્દે  ચિંતા વ્યક્ત કરી હતી. બાંગ્લાદેશમાં હાલમાં હિંદુઓ ઉપર થઈ રહેલ અત્યાચાર અને હિંસાની ઘટનાઓને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે હિંદુઓના માનવ અધિકારોનું રક્ષણ થાય અને હિંસા આચરનારા તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનોએ જોડાઈને પીડિત હિંદુ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
Latest Stories