New Update
ભરૂચના હાંસોટ કંટીયાળજાળ રોડ પર આવેલ તબેલામાંથી શંકાસ્પદ ગૌ માસ સાથે પોલીસે ખાટકીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના હાંસોટ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે હાંસોટ કંટીયાળજાળ રોડ પર તબેલામાં ગૌ વંશની કતલ કરવામાં આવી રહી છે.
બાતમીના આધારે હાંસોટ પોલીસે રામ સેના નામના હિન્દૂ સંગઠનના કાર્યકરોને સાથે રાખી દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં તબેલામાં 2 ગૌ વંશની કતલ થઈ હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે તબેલામાંથી ખાટકી ઇસ્માઇલ મહંમદ પટેલની અટકાયત કરી હતી જ્યારે અન્ય ચાર શખ્સ ફરાર થઇ ગયા હતા. પોલોસે શંકાસ્પદ માંસને એફ.એસ.એલમાં ચકાસણી અર્થે મોકલી આપ્યું હતું અને બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories