New Update
-
અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ
-
અંદાડામાં આવેલ મંદિરને બનાવ્યું નિશાન
-
મંદિરમાંથી માતાજીના મુગટ અને છત્રની ચોરી
-
રૂ.1 લાખથી વધુના માલમત્તાની ચોરી
-
બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વરના અંદાડા ગામની મારુતિ નગર સોસાયટીમાં આવેલ મંદિરને તસ્કરોએ નિશાન બનાવી માતાજીના મુગટ અને છત્ર મળી કુલ ૧ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
અંકલેશ્વર પંથકમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ગતરોજ મોડી રાતે અંકલેશ્વરના અંદાડા ગામની મારુતિ નગર સોસાયટીમાં આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરને તસ્કરો નિશાન બનાવ્યું હતું.તસ્કરો મંદિરમાં પ્રવેશ કરી માતાજીના મુગટ અને છત્ર મળી કુલ ૧ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
આજે સવારે શ્રદ્ધાળુઓ દર્શન પૂજન અર્થે મંદિરે પહોંચતા ચોરી અંગેની જાણ થઈ હતી જેના પગલે લોકો ભેગા થઈ ગયા હતા.ચોરી અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ચોરીની ઘટનાઓ અટકાવવા માટે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવે તેવી રહીશોએ માંગ કરી હતી.
Latest Stories