સારંગપુરની સોસાયટીમાં ચોરીનો બનાવ
મદનીનગરમાં ઘરને નિશાન બનાવતા ચોર
પરિવાર મોહરમમાં ભાઈના ઘરે ગયું હતું
બંધ ઘરને નિશાન બનાવતા ચોર
રૂ.5 લાખની માલમત્તાની ચોરથી ચકચાર
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું,અને મોહરમમાં ભાઈના ઘરે ગયેલા પરિવારના ઘરમાંથી ચોર રૂપિયા 5 લાખથી વધુની માલમતાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની મદનીનગરમાં રહેતા શબાના સાજીદ મલેક મોહરમના તહેવાર નિમિતે પોતાના ભાઈના ઘરે ગયા હતા,આ સમય દરમિયાન ઘર બંધ રહેતા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.અને ઘરના નકુચા તોડીને અંદર પ્રવેશ્યા હતા.ચોર દ્વારા ઘરનો સમાન વેરવિખેર કરીને રૂપિયા 30 હજાર રોકડા તેમજ સોના ચાંદીના ઘરેણાં મળીને કુલ રૂપિયા 5 લાખથી વધુની માલમત્તાની ચોરીને અંજામ આપીને ચોર ફરાર થઇ ગયા હતા.
આજરોજ સવારે શબાના મલેક ઘરે પરત ફરતા તેઓને ચોરી અંગેની જાણ થઈ હતી.અને ઘટના અંગે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.પોલીસે તેઓની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી,તેમજ સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરીને તસ્કરોનું પગેરૂ મેળવવાની કવાયત શરૂ કરી હતી.