New Update
/connect-gujarat/media/media_files/KnFWVfpqOA7g9voQQpUB.jpg)
અંકલેશ્વરના ભડકોદ્રા ગામમાં આવેલ નંદનવન રેસીડેન્સીમાં તસ્કરો ત્રાટકયા હતા.
નંદનવન રેસીડેન્સીમાં આવેલ B 2 નંબરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને અંદરથી માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પાડોશીને ચોરી અંગેની જાણ થતા તેઓએ પોલીસને જાણ કરી હતી.બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. જો કે મકાન માલિક તેમના પરિવારજનનું નિધન થયું હોય વતન ઉત્તર પ્રદેશ ગયા હતા એ દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી ચોરીના ગુનાને અંજામ આપ્યો છે. મકાન માલિક પરત અંકલેશ્વર આવ્યા બાદ કેટલા રૂપિયાની ચોરી થઈ છે એ જાણવા મળી શકશે.
Latest Stories