New Update
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશનગ્રુપની કાર્યવાહી
અંકલેશ્વરમાં કરાય કાર્યવાહી
કરશનવાડીમાંથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો
આરોપીની કરવામાં આવી ધરપકડ
17 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ એસ.ઓ.જી.એ અંકલેશ્વરના સુરતી ભાગોળ ગુજરાત હાઉસિંગ બોર્ડની સામે કરશનવાડીમાંથી ગાંજાના જથ્થો સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વરના સુરતી ભાગોળ ગુજરાત હાઉસિંગ બોર્ડની સામે કરશનવાડીમાં રહેતો માનવ દેવીદાસ ખત્રી પોતાના ઘરે ગાંજાનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે ભરૂચ એસ.ઓ.જી.ની ટીમે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી 1.293 કિલો ગ્રામ ગાંજો અને ફોન મળી કુલ 17 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને મૂળ સુરત અને હાલ અંકલેશ્વરના સુરતી ભાગોળ ગુજરાત હાઉસિંગ બોર્ડની સામે કરશનવાડીમાં રહેતો માનવ દેવીદાસ ખત્રીને ઝડપી પાડ્યો હતો.
Latest Stories