New Update
-
ભરૂચ SOGની અંકલેશ્વરમાં કાર્યવાહી
-
ગેસ રિફીલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું
-
સારંગપુરના લક્ષમણ નગરમાં પાડવામાં આવ્યા દરોડા
-
ગેસના 18 સિલિન્ડર ઝડપાયા
-
એક આરોપીની પોલીસે કરી ધરપકડ
ભરૂચ એસઓજીએ અંકલેશ્વરના લક્ષ્મણ નગરમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગનું કૌભાંડ ઝડપી પાડી એક ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
ભરૂચ એસઓજી અને અન્ય પોલીસ મથકો દ્વારા અવારનવાર ગેરકાયદેસર ગેસ રિફીલિંગનું કૌભાંડ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.છતાં ગેરકાયદેસર ગેસ રિફીલિંગ અટકવાનું નામ નથી લેતું તેવામાં ભરૂચ એસ.ઓ.જીનો સ્ટાફ એટીએસની ચાર્ટરની કામગીરીમાં અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર ગામના લક્ષ્મણ નગરમાં શાક માર્કેટ પાસે સુર્યા મેન્સવે નામની દુકાનમાં ગેરકાયદેસર ગેસ રિફીલિંગ ચાલે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી નાની મોટી બોટલ મળી ૧૮ નંગ ગેસ સિલિન્ડરની બોટલો અને વજન કાંટો તેમજ રિફીલિંગ પાઈપ મળી ૨૧ હજારથી વધુનો મુદ્દામાલ કબેજ કર્યો હતો અને લક્ષ્મણ નગર મહાકાળી મંદિરની બાજુમાં રહેતો રોશનલાલ ઉર્ફે મારવાડી મીઠાલાલ ખત્રીને ઝડપી પાડ્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે એસ.ઓ.જી સહીતની ટીમો દ્વારા સતત દરોડા છતાં ગેસ રીફીલીંગ અટકતું નથી. પોલીસે જે જગ્યાએ દરોડા પાડી કૌભાંડ ઝડપ્યું હતું ત્યાં જ આજે સવારે ફરી ગેસ રીલીફિંગ કરી આપવામાં આવતું હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. તેવામાં પોલીસ વિભાગે ગેરકાયદેસર ગેસ રીફીલીંગને પગલે મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા આવી પ્રવૃતિઓ કાયમી ડામી દેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
Latest Stories