અંકલેશ્વર: સ્ટેટ મોનીટરીંગ સેલે લોખંડના સળિયા સગેવગે કરવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું, રૂ.1 કરોડના મુદ્દામાલ સાથે 11 આરોપીની ધરપકડ

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપરથી કામધેનુ એસ્ટેટ-1માં લોખંડના સળિયા ભરી જતા ચાલકો સાથે સળિયા સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યા હતું.

New Update
  • સ્ટેટ મોનીટરીંગ સેલના અંકલેશ્વરમાં દરોડા

  • લોખંડના સળિયા સગેવગે કરવાનું કૌભાંડ

  • પોલીસે 11 આરોપીઓની કરી ધરપકડ

  • રૂ.1 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપાયો

  • સળિયા બારોબાર સગેવગે કરતા હોવાનું બહાર આવ્યું

પોલીસે આ મામલામાં કુલ 1.17 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ના પાર્કમાં રહેતો રામનારાયણ  ઉર્ફે નારાયણ સિંગ ટ્રક દ્રાઈવરો સાથે મળી ટ્રક દ્રાઈવરોને પાનોલી બ્રિજ નજીક કામધેનુ એસ્ટેટ-1માં આવેલ સ્કેવેર ટેકસટાઇલની પાસે રોડ ઉપર ખુલ્લી જગ્યામાં બોલાવી લોખંડના સળિયા સગેવગે કરે છે.જેવી બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા.અને સ્થળ પરથી ચાર પૈકી ત્રણ વાહનોમાં ભરેલ 72,352 કિલો લોખંડના સળિયા  મળી આવ્યા હતા.
પોલીસે 37 લાખના સળિયા અને 70 લાખના વાહનો તેમજ 12 મોબાઈલ ફોન મળી કુલ 1.17 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને રાજસ્થાનના ઉડાચર ગામના ઉમમેદનગરમાં રહેતો બાબુલાલ ચેનારામ જાટ, મોહલલાલ સીમર્થારામ જાટ, નેમારામ કરણારામ જાટ,તાજારામ લાલારામ જાટ સહિત 11 ઇસમોને ઝડપી પાડ્યા હતા.જ્યારે મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ કંપનીમાંથી સપ્લાય અર્થે નીકળતા સળિયાને નિર્ધારિત સ્થળે પહોંચાડવાના બદલે કરતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
Latest Stories