અંકલેશ્વર: GIDCમાંથી શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેમ્પો ઝડપાયો,રૂ.5 લાખનો મુદ્દામાલ જપ્ત

ટેમ્પા ચાલક જીતેન્દ્ર કુશવાહા પાસે આધાર પુરાવા ન મળી આવતા પોલીસે શંકાસ્પદ કેમિકલ અને ટેમ્પો મળી રૂ.5.07 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
  • ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહી

  • અંકલેશ્વર GIDCમાંથી ઝડપાયો ટેમ્પો

  • શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેમ્પો ઝડપાયો

  • રૂ.5 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

  • જીઆઇડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ફિકમ ચોકડી નજીકથી પોલીસે શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેમ્પા ને ઝડપી પાડી કુલ રૂપિયા 5.07 લાખનો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપનો સ્ટાફ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.માં આવેલ વિહીતા કેમ કંપનીમાથી એક આઇસર ટેમ્પો નંબર- GJ-16-Z-9734 માં વગર પાસ પરમીટ કે બીલ વગર શંકાસ્પદ મટીરીયલ પ્લાસ્ટીકના બેરલો ભરીને ખાલી કરવા જનાર છે જેના આધારે પોલીસે વોચ ગોઠવી ફિકોમ ચોકડી નજીકથી બાતમી વાળો ટેમ્પો ઝડપી પાડ્યો હતો.
ટેમ્પામાં તપાસ કરતા અંદરથી શંકાસ્પદ કેમિકલ ભરેલ 36 બેરલ મળી આવ્યા હતા.આ અંગે ટેમ્પા ચાલક જીતેન્દ્ર કુશવાહા પાસે આધાર પુરાવા ન મળી આવતા પોલીસે શંકાસ્પદ કેમિકલ અને ટેમ્પો મળી રૂ.5.07 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બનાવની વધુ તપાસ જીઆઇડીસી પોલીસ ચલાવી રહી છે.
Latest Stories