New Update
-
અંકલેશ્વરમાં બન્યો હતો બનાવ
-
ગડખોલની માયાનગરી સોસા.માં થઇ હતી ચોરી
-
રૂ.13.66 લાખના માલમત્તાની થઈ હતી ચોરી
-
ક્રાઇમ બ્રાન્ચે આરોપીની કરી ધરપકડ
-
સિકલીગર ગેંગનો આરોપી ઝડપાયો
અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ માયાનગરી સોસાયટીના મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 13.66 લાખના સોના ચાંદીના દાગીના સહિતના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જવાના મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ માયાનગરી સોસાયટીના મકાન નંબર બી- 13માં રહેતા ચંદ્રેશ્વર યાદવ હાલ નિવૃત્તિ જીવન ગુજારે છે અને તેમના પુત્ર અમદાવાદ ખાતે નોકરી કરે છે. ગત તારીખ 12મી મેની રાત્રીએ તેઓ તેમના મકાનના ગ્રાઉન્ડ ફ્લોરના દરવાજાનું તાળુ મારી ઉપરના માળે સુવા ગયા હતા તે દરમિયાન રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમે મકાનમાં પ્રવેશ કરી કબાટમાં મુકેલ રૂપિયા 13.66 લાખના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ગુનામાં સંડોવાયેલ અને હાંસોટના લલિતસાગર વિસ્તારમાં રહેતા અમરજીતસિંગ સુરજીતસિંગ સિકલીગરની ધરપકડ કરી તેને બી ડિવિઝન પોલીસ મથકને હવાલે કર્યો છે.આરોપી ચોરીના અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ એ સહિતની દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Latest Stories