અંકલેશ્વર: ન.પા.સંચાલિત સમડી ફળીયા શાળાના મકાનનું બાંધકામ 3 વર્ષથી ખોરંભે, વિદ્યાર્થીઓ અન્ય સ્કૂલમાં અભ્યાસ અર્થે જવા મજબૂર !

અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત સમડી ફળીયાની પ્રાથમિક શાળાના ભુમી પૂજન થયાને ત્રણ ત્રણ વર્ષો વીતી ગયા છતાંય હજુ સુધી તેના કોઈ ઠામ ઠેકાણા જોવા મળતા નથી

New Update
  • અંકલેશ્વરના સમડી ફળિયામાં આવેલી છે શાળા

  • શાળાના મકાનનું 3 વર્ષ અગાઉ થયું હતું ભૂમિપૂજન

  • હજુ પણ મકાનનું કામ અધૂરું

  • વિદ્યાર્થીઓ અન્ય શાળામાં અભ્યાસ અર્થે જવા મજબુર

  • વિપક્ષના શાસકો પર પ્રહાર

અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત સમડી ફળીયાની પ્રાથમિક શાળાના ભુમી પૂજન થયાને ત્રણ ત્રણ વર્ષો વીતી ગયા છતાંય હજુ સુધી તેના કોઈ ઠામ ઠેકાણા જોવા મળતા નથી. પાલિકાના સતાધિશો શિક્ષણ જેવી પ્રાથમિક જરૂરિયાતની ગંભીરતા સમજતા નથી જે ખેદ જનક બાબત છે.
અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નેજા હેઠળ આવેલી સમડી ફળીયાની પ્રાથમિક શાળાને નવી ઇમારત મળશે તેવી ગુલબાંગો હાંકી પાલિકાના સતાધિશોએ મોટા ઉપાડે ત્રણ વર્ષ પુર્વે ભુમી પૂજન કર્યું હતુ. આટઆટલો સમય થયો છતાં હજુ આ શાળાની ઇમારત તૈયાર થઇ નથી.પાલિકાના સતાધિશોની અણઆવડતને કારણે આ શાળાના વિદ્યાર્થીઓએ અન્ય શાળામાં અભ્યાસ અર્થે જવુ પડી રહ્યુ છે.આ અંગે વિપક્ષી સદસ્ય રફીક ઝઘડીયાવાલાએ પાલિકાના સતાધિશોની આકરી ટીકા કરી હતી અને જે તે સમયના સતાધિશો અને હાલના આ વોર્ડના નગરસેવકોની ઉદાસીનતા પરત્વે નારાજગી વ્યક્ત કરી બાળકોનું શિક્ષણ બગડી રહ્યુ હોવાનું નિવેદન આપ્યું હતું
આ અંગે નગર સેવા સદનની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે શાળાનું કામ પ્રગતિમાં જ છે.રૂ.1 કરોડનો ખર્ચે શાળાનું બાંધકામ ચાલી રહ્યું છે કેટલીક ટેક્નિકલ બાબતોના કારણે કામ મોડું થયું છે પણ આવનારા દિવસોમાં કામ પૂર્ણ થઈ જશે.
Read the Next Article

અંકલેશ્વર: રામકુંડ ખાતે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયુ

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

New Update
MixCollage-08-Jul-2025-08-38-PM-8313

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં સંતોને પ્રસાદી જમાડીતેઓને ભેટ સ્વરૂપે છત્રી આપવામાં આવી હતી. આ ભંડારાનો 350થી વધુ સાધુ સંતોએ લાભ લીધો હતો.