New Update
-
અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે થશે નિર્માણ
-
ખાડીબ્રિજનું નિર્માણ કરવામાં આવશે
-
સરકાર દ્વારા રૂ.1.40 કરોડ મંજુર કરાયા
-
ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુર્હુત
-
ગ્રામજનોને અવરજવારમાં રહેશે સાનુકૂળતા
અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે રૂ1.40 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ખાડીબ્રિજનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમર્હુત કરવામાં આવ્યુ હતું
અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે આવેલ ખાડીબ્રીજ જર્જરીત થઈ ગયો હતો.સાથે જ ચોમાસામાં ખાડીબ્રિજ પરથી પાણી ફરી વળતા ગ્રામજનોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી હતી.આ અંગે તેઓ દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને રજૂઆત કરવામાં આવી હતી. ઈશ્વરસિંહ પટેલે રાજ્ય સરકારમાં રજૂઆત કરતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા એક કરોડ ૪૦ લાખ મંજુર કરવામાં આવ્યા હતા ત્યારે આજરોજ ખાડીબ્રિજના કાર્યની ખાતમુર્હુત વિધિ યોજાય હતી.આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય આરતીબેન પટેલ, ગામના સરપંચ આયેશાબહેન, તલાટી તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.ખાડીબ્રિજના નિર્માણ બાદ ગ્રામજનોને અવરજવર કરવામાં સાનુકૂળતા રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં માર્ગો અને બ્રિજના નિર્માણ માટે રૂપિયા 50 કરોડ મંજુર કરવામાં આવ્યા છે ત્યારે વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે