અંકલેશ્વરમાં માર્ગો બન્યા બિસ્માર બન્યો
NH 48 પર ખરોડ ઓવરબ્રિજનો માર્ગ બિસ્માર
માત્ર 3 જ મહિનામાં માર્ગ ધોવાયો
બિસ્માર માર્ગના પગલે મુશ્કેલી
ટ્રાફિકજામની વિકટ સમસ્યા
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ખરોડ ચોકડી પાસે 3 મહિના પૂર્વે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું અને બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો જોકે પ્રથમ ચોમાસે બ્રિજ પરનો માર્ગ ખખડધજ બન્યો છે જેના પગલે હાઇવે પરથી પસાર થતાં વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.માર્ગ બિસ્માર હોવાના કારણે અનેક વાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે તો અકસ્માતની પણ શક્યતા રહેલી છે.માત્ર 3 જ મહિનામાં માર્ગ ધોવાઈ જતા કામની ગુણવત્તા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા આ માર્ગનું વહેલી તકે સમારકામ કરાવવામાં આવે એવી માંગ ઉઠી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખરોડ ચોકડી નજીક આમલાખાડી પરના સાંકડા ઓવરબ્રિજના કારણે આમેય વારંવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેવામાં ખરોડ ચોકડી પરના ઓવરબ્રિજનો માર્ગ પણ બિસ્માર બનતા આ પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે.